તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદરમાં મહારક્તદાન કેમ્પ, 300 બોટલ રક્ત એકત્રીત કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં મહારક્તદાન કેમ્પ, 300 બોટલ રક્ત એકત્રીત કરાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ ખાતે સારવાર લેતા દર્દીઓના લાભાર્થે આયોજન કરાયું

પોરબંદરશહેરમાં આવેલ સત્યનારાયણ હોલ ખાતે હેલ્થ એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જે.સી.આઈ. દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓના લાભાર્થે 300 બોટલ લોહી એકત્રીત કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પનું આયોજન અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પોરબંદર પંથકના સારવાર લેતા દર્દીઓના લાભાર્થે કરવામાં આવ્યું હતું. કેમ્પમાં 300 બોટલ લોહી એકત્રીત કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા સહિતના આગેવાનોએ રક્તદાન કર્યું હતું. કેમ્પને સફળ બનાવવા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવ મોઢવાડીયા, જે.સી. આઈ. ઈન્ડીયાના નેશનલ કો-ઓર્ડીનેટર લાખણશી ગોરાણીયા, કલ્પેશ અમલાણી વગેરે લોકોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો