તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાંથી નશો કરીને વાહન ચલાવતા 2 ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં મીલપરા શેરી નં. 6 માં રહેતો વિજય નાથાલાલ મકવાણા પોતાની રીક્ષા જીજે 11 ડબલ્યુ 0518 ચલાવીને સુદામાચોક પાસેથી પસાર થતા પોલીસે તેની અટક કરી તપાસ કરતા આ રીક્ષાચાલક નશો કરેલી હાલતમાં મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો. જ્યારે કુતિયાણામાં ભુરા પથુ સીનગરા બાઈક ચલાવીને નાગકા ગામેથી પસાર થતા પોલીસે તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...