તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • રાખડીની બજારમાં મંદીનો માહોલ, ગત વર્ષ કરતા 15 ટકા ઘરાકી ઘટી

રાખડીની બજારમાં મંદીનો માહોલ, ગત વર્ષ કરતા 15 ટકા ઘરાકી ઘટી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે બજારોમાં અવનવી રાખડીઓની ખરીદી ચાલુ થઈ ગઈ છે. પોરબંદરમાં રક્ષાબંધનના 20 દિવસ પહેલા જ રેકડીઓ અને દુકાનોમાં રાખડીનું વેચાણ ચાલુ થઈ જતું હોય છે. જે ભાઈઓ બહારગામ કે વિદેશ રહેતા હોય તેનાં માટે વહેલા રાખડી ખરીદવાની થતી હોય છે. આ વખતે પોરબંદરમાં તદ્દન નવી રાખડીઓ જોવા મળી હત. અગાઉ બહેન માત્ર ભાઈને જ રાખડી બાંધતી હતી પરંતુ છેલ્લા 10 વર્ષમાં નવો ટ્રેન્ડ શર થયો છે. ભાઈની સાથે ભત્રીજા-ભત્રીજીને પણ રાખડી બાંધવામાં આવી રહી છે અને છેલ્લા 5 વર્ષથી ભાઈ-ભત્રીજાની સાથે હવે ભાભીને બાંધવાની રાખડીઓ પણ બજારમાં આવી છે અને બહેન ભાઈ સાથે ભાભીને પણ રાખડીઓ બાંધે છે. હાલ બજારમાં સુખડની, અમેરીકન ડાયમંડની, રુદ્રાક્ષની, મોતીની, લાલ ધાગામાં ડાયમંડવાળી રાખડીઓ, ગણેશ અને શ્રીનાથજી તેમજ ભગવાનનાં ફોટાવાળી રાખડીઓ તેમજ બાળકો માટે ટેડીબીયરવાળી, લાઈટવાળી, છોટા ભીમવાળી, ટીવી સીરીયલના પાત્રોવાળી રાખડીઓ અને ભાભી માટે સાદી તેમજ ડાયમંડના ગુછ્છાવાળી રાખડીઓ બજારમાં જોવા મળે છે. વર્ષોથી મુખ્ય બજારમાં રાખડીનો વેપાર કરતા નિલેષ મદલાણીએ જણાવ્યું હતું કે દર વર્ષે રક્ષાબંધનનાં 20 દિવસ પહેલા જ રાખડીનાં કાઉન્ટર ચાલુ થઈ જાય છે. ગત વર્ષ કરતા આ વર્ષે 15 થી 20 ટકા જેટલી મંદી જોવા મળી રહી છે. રક્ષાબંધનનાં છેલ્લા 4 દિવસ બાકી હશે ત્યારે રાખડીની બજારમાં ઘરાકી જોવા મળશે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે.

જુનવાણી રાખડીની બજારમાં માંગ
કડાવાળી નવી રાખડી| બજારમાં કડાવાળી રાખડી આ વર્ષે આવી છે જેમાં કડા ઉપર નાના નાના ડાયમંડ જડવામાં આવ્યા છે. આ રાખડી રક્ષાબંધન પછી પણ પહેરી શકાય છે. આ રાખડી અંદાજે 100 રૂપીયા સુધીમાં બજારમાં વેચવામાં આવે છે.

વર્ષો પહેલા ભાઈના કાંડામાં મોટી રાખડી વાદળીવાળી આવતી હતી તેનો ક્રેઝ હાલ તો ખતમ થઈ ગયો છે પરંતુ 10 ટકા બહેનો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ વાદળીવાળી રાખડી જ બહેન ભાઈના કાંડે પહેરાવે છે જેથી બજારમાં આવી વાદળીવાળી રાખડી જોવા મળે છે. તસ્વીર: સચીન મદલાણી

અન્ય સમાચારો પણ છે...