તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • માળા પાણીના કુંડાનું વિતરણ કરી વિશ્વ ચકલી દિનની ઉજવણી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માળા-પાણીના કુંડાનું વિતરણ કરી વિશ્વ ચકલી દિનની ઉજવણી કરાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લીધો , પક્ષીપ્રેમીઓનું સન્માન કરાયું

પોરબંદરશહેરમાં બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા વિશ્વચકલી દિનની ઉજવણી અંતર્ગત પક્ષીપ્રેમીઓનું સન્માન કરાયું હતું, ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં યુવક-યુવતીઓએ પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લીધો હતો.

પોરબંદર શહેરમાં બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા વી.જે. મોઢા કોલેજ ખાતે ચકલી દિનની ઉજવણી અંતર્ગત પક્ષીપ્રેમીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ચકલીના માળા અને પાણીના કુંડનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા જીવનસૃષ્ટિના સંવર્ધન-સંરક્ષણ માટે પર્યાવરણ શિક્ષણ જરૂરી હોવાનું જણાવાયું હતું. ઉપરાંત યુવક-યુવતીઓ દ્વારા પર્યાવરણ બચાવવાના સંકલ્પ લેવામાં આવ્યા હતા.

તકે લાયોનેસ ક્લબના પૂર્વ પ્રમુખ અને પર્યાવરણ પ્રેમી હિરલબા જાડેજા, છાયા નગરપાલિકાના પ્રમુખ જીવા ભુતિયા, ચીફ ઓફિસર રૂદ્રેશ હુદડ, જાણીતા કેળવણીકાર ઈશ્વર ભરડા, ડો. સુરેશભાઈ ગાંધી, ભરતભાઈ રૂઘાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો