તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદરના ઈશ્વરીયાનાં યુવાનને પથ્થરનો છૂટ્ટો ઘા મારતા ઈજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરના ઈશ્વરીયાનાં યુવાનને પથ્થરનો છૂટ્ટો ઘા મારતા ઈજા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુવાનના ભાઈ સાથેના ઝઘડામાં છોડાવવા જતા પથ્થર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ

પોરબંદરનાઈશ્વરીયા ગામે યુવાનના ભાઈ સાથે એક શખ્સ ઝઘડો કરી રહ્યો હતો, તે દરમિયાન યુવાન વચ્ચે પડી છોડાવવા જતાં શખ્સ પથ્થરનો છુટ્ટો ઘા મારી કપાળમાં ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને શખ્સ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે. પોરબંદરના ઈશ્વરીયા ગામની વાડીએ રહેતો અશરફ ઈસાક ભાવડા નામના યુવાનનો ભાઈ ભાણવડ ગામના હાજી મોતી સાથે ઝઘડો કરતો હતો. આથી અશરફ ઝઘડાની વચ્ચે પડી બન્નેને છોડાવવા જતાં હાજી મોતી નામના શખ્સે હાથમાં પથ્થર લઈ યુવાનના માથા-કપાળ પર છુટ્ટા ઘા મારી લોહીલુહાણ કરી ઢીકા-પાટુનો માર મારી ભૂંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા અશરફએ શખ્સ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો