તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • બગવદર અને વડાળા રોડ પર દિવાલનાં અભાવે 20 ફુટ ઉંડો વોંકળો બન્યો છે જોખમી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગવદર અને વડાળા રોડ પર દિવાલનાં અભાવે 20 ફુટ ઉંડો વોંકળો બન્યો છે જોખમી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રેલીંગ વગરના વોંકળાના કારણે પસાર થતા વાહનચાલકોમાં મોટા અકસ્માત થવાની ભિતી

પોરબંદરતાલુકાના બગવદર-વડાળા રોડ ઉપર કમલદાસના કુંડ તરીકે ઓળખાતી જગ્યા નજીક 20 ફૂટ ઉંડો વોંકળો આવેલો છે. પુલ ઉપર બન્ને સાઈડ વોંકળાની દિવાલ બનાવવામાં આવી નથી જેને કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. હાલ રોડનું નવિનીકરણ ચાલી રહ્યું છે ત્યારે રસ્તા ઉપર વાહનો બેફામ બનીને દોડે છે. ડામર રોડની કોર્નર ઉપર ડામર પથરાયેલો છે અને અહીં ભયજનક વળાંક પણ આવેલો હોય જો વાહનચાલક જરા અમથી ભૂલ કરે તો વોંકળામાં ખાબકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તા ઉપરથી જામખંભાળીયા, ભાણવડ, જામજોધપુરના યાત્રીકો પસાર થતા હોય ત્યારે રેલીંગ વગરના વોંકળાના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. કિંદરખેડા ગામના આગેવાન ભીમાભાઈ પુંજાભાઈ મોઢવાડીયાએ માર્ગ મકાન વિભાગને રજૂઆત કરીને તાત્કાલીક અહીં દિવાલ અથવા તો રેલીંગ બનાવવાની માંગ કરી છે અન્યથા આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

રેલીંગ વગરનો પુલ, અકસ્માતને નોતરૂ. તસ્વીર- ધીરૂભાઈ નિમાવત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો