તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • છાયાનાં યુવાને માનસિક બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ જીંદગી ટુંકાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાયાનાં યુવાને માનસિક બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ જીંદગી ટુંકાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉંટડા ગામના આધેડ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યો

પોરબંદરનાછાયા વિસ્તારમાં યુવાને માનસિક બિમારીથી ગળાફાંસો ખાધો તો ઉંટડા ગામના આધેડ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા તેમનું મોત નિપજ્યું હતું. તો યુવાન અને આધેડના મોતને લઈને બન્નેના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પોરબંદરના છાંયા રઘુવંશી પાછળ રહેતા માલદે મેણંદ ખરા નામના યુવાનને સાતેક વર્ષથી માનસિક બિમારી હોય અને દવા કરાવવા છતાં પણ સારૂં થતાં કંટાળી જઈ પોતાની મેળે ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમનું મોત નિપજ્યું હતું તેમજ પોરબંદરના ઉંટડા ગામે રહેતા મેપા કાના ચુડાસમા નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જઈ આપઘાત કરતા તાત્કાલીક સારવાર માટે જામનગર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તો પોરબંદરમાં અપમૃત્યુના બે બનાવોને લઈને બન્નેના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે, વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો