તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • બરડાની જીવાદોરી સમાન વર્તુ અને સોરઠી નદીના કાંઠાની 12 જેટલી દિવાલો જર્જરીત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરડાની જીવાદોરી સમાન વર્તુ અને સોરઠી નદીના કાંઠાની 12 જેટલી દિવાલો જર્જરીત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમુક દિવાલો બનાવવાના ખાતમુહૂર્ત થઈ ગયા, છતાં કોઈ કાર્યવાહી નહીં : તંત્ર ઘોર નિંદ્રામાં

પોરબંદરબરડાપંથકની જીવાદોરી સમાન ગણાતી વર્તુ અને સોરઠી નદી મોટા પ્રમાણમાં બરડાપંથકના ખેડૂતોને પૂરતું પાણી પૂરૂં પાડે છે. જો બન્ને નદીઓના કાંઠાની 12 જેટલી દિવાલો જર્જરીત હાલતમાં જોવા મળે છે જેને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જવાથી ખેતરનું ધોવાણ થતાં ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડે છે. તો 12 માંથી અમુક દિવાલો બનાવવાના ખાતમુહૂર્ત થઈ ગયા છે છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઈને વિસ્તારના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને તંત્ર દ્વારા કાંઠાની દિવાલો બનાવવાની માંગ કરી હતી.

અંગે ખેડૂતો દ્વારા તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જો કે અમુક દિવાલોના ખાતમુહૂર્તો થઈ ગયા પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈને ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે તો તંત્ર દ્વારા વહેલી તકે નદીની સંરક્ષણની દિવાલો બનાવવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો