તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • અડવાણા પાસે દેશી બનાવટની પિસ્તોલ અને ત્રણ કારતુસ સાથે શખ્સ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અડવાણા પાસે દેશી બનાવટની પિસ્તોલ અને ત્રણ કારતુસ સાથે શખ્સ ઝડપાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાતમીના આધારે પોલીસે પેટ્રોલપંપ નજીકથી વોચ રાખી આરોપીને ઝડપી પાડ્યો

પોરબંદરજિલ્લામાં હથીયારનું રેકેટ ઝડપાયા બાદ આજે અડવાણા ગામ નજીકથી ભાડથર ગામના એક શખ્સને લોકલ ક્રાઈમ બ્રાન્ચે દેશી બનાવટની પિસ્તોલ તેમજ 3 કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો અને તેમની પૂછપરછ હાથ ધરી છે. અંગેની પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. ડી.બી. બસીયા સહિતનો સ્ટાફ અડવાણા ગામે પેટ્રોલીંગ કરી રહ્યો હતો તે દરમિયાન પૂર્વ બાતમીના આધારે પોલીસે પેટ્રોલપંપ નજીકથી પસાર થતાં રાણા પરબત ગઢવી (રહે. ભાડથર, તા. ખંભાળીયા) વાળા શખ્સને રોકીને તલાશી લેતા તેના કબ્જામાંથી દેશી બનાવટની પિસ્તોલ નંગ 1, કિં. રૂા. 25,000 તથા કાર્ટીસ નંગ 3 રૂા. 300 મળી આવતા પોલીસે શખ્સની અટકાયત કરી હતી. તેમની પૂછપરછ દરમિયાન તેમણે એવી કબુલાત આપી હતી કે તેમણે હથીયાર 1 વર્ષ પહેલા સામત પાલા મંગેરા (રહે. શેઢા ભાડથર) પાસેથી ખરીદ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે બન્ને શખ્સો વિરૂદ્ધ હથીયારધારા કલમ 25 (1-બી) હેઠળ ગુન્હો નોંધીને વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપીનો કબ્જો બગવદર પોલીસને સોંપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો