તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • રાણાવાવ પાલિકાનાં ગૂમ થયેલા પંચીગ મશીનની થઇ ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણાવાવ પાલિકાનાં ગૂમ થયેલા પંચીગ મશીનની થઇ ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ન.પા.નાં જનરલ સ્ટાફ રૂમમાંથી પંચીંગ મશીન ધોળે દિવસે ચોરાયું \\\'તું

રાણાવાવનગરપાલિકામાં ભ્રષ્ટાચારને લઈને ગંભીર આક્ષેપો અવારનવાર કરવામાં આવે છે. પાલિકાના વાહનો કોઈ ઠેકાણા નથી, તો કચેરીમાં સીસી ટીવ કેમેરા મૂકવામાં આવ્યા હતા પરંતુ બીલ નહીં ચૂકવતા દુકાનદાર સીસી ટીવી કેમેરા પણ પરત લઈ ગયો હતો. પરંતુ પંચીગ મશીન 15 મી માર્ચના રોજ સવારે 9 વાગ્યા બાદ એકાએક ગાયબ થઈ જતા પાલિકાના જવાબદારો મુશ્કેલીમાં મુકાયા હતા અને પંચીગ મશીનની ચોરી થયાની જાણ ચીફ ઓફિસરને થયા બાદ તેઓએ પણ પાલિકાના પ્રમુખને જાણ કરી હતી. પરંતુ મશીનચોરીના 4 દિવસ થયા બાદ પણ ચોરીનો ભેદ ઉકેલતા અંતે રાણાવાવના ગોપાલપરામાં રહેતા અને રાણાવાવ નગરપાલિકા હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રભાઈ ગોરધનભાઈ જોષી દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવી હતી કે, જનરલ સ્ટાફરૂમમાં રાખેલ ઈલેક્ટ્રીક પંચીગ મશીન કિં. રૂા. 32,400 ની ચોરી થઈ છે. પોલીસે ફરીયાદ નોંધી તસ્કરોને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો