તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • ધંધા ઉદ્યોગ માટે 323 અરજદારોને 5.48 કરોડની લોન આપવામાં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધંધા-ઉદ્યોગ માટે 323 અરજદારોને 5.48 કરોડની લોન આપવામાં આવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાં વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સબસીડી પણ આપવામાં આવે છે

પોરબંદરજિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત ધંધા-ઉદ્યોગ માટે 323 અરજદારોને 5.48 કરોડની લોન આપવામાં આવી છે.

ગુજરાત સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા શિક્ષિત બેરોજગાર તેમજ ગ્રામ્યકારીગરોને સ્વરોજગારીથી પગભર થવા માટે રાષ્ટ્રીયકૃત બેન્કો, સહકારી બેન્કો મારફત વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત ધિરાણ આપવામાં આવે છે જેમાં પોરબંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત ધંધા-ઉદ્યોગ માટે 323 અરજદારોને લોન આપવામાં આવી હતી. જેમાં 816 અરજદારો પૈકી 323 અરજદારોને રૂપીયા 5,48,76,000 ની રકમ જેને ધંધા-ઉદ્યોગ માટે લોનપેટે બેન્કો દ્વારા ચૂકવવામાં આવ્યા હતા. ઉપરાંત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા નાણાંકીય વર્ષ 2016-17 દરમિયાન કુલ 243 અરજદારોને રૂપીયા 84 લાખની સબસીડી ચૂકવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો