તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

8 માસથી બંધ નગર બસ સેવા હવે 1 માસમાં થશે શરૂ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાં નગર બસ સેવા બંધ થઇ ગયા પછી લોકોને તગડા રીક્ષા ભાડા ચુકવવા પડે છે

ટેન્ડર પ્રક્રીયા સહિતની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે : નિયત કરેલા રૂટો ઉપર બસો દોડશે

પોરબંદરમાંવર્ષોથી નગર બસ સેવા કાર્યરત હતી જેને કારણે શહેરીજનો સસ્તા ભાડે મુસાફરી કરી શકતા હતા. શહેરના વિવિધ રૂટો ઉપર નગર બસ સેવા દોડતી હતી જેને કારણે લોકોને શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે જવામાં સરળતા પડતી હતી.

જો કે છેલ્લા 8 માસથી નગર બસ સેવા બંધ થઈ જતાં લોકોની મુશ્કેલી વધી હતી કારણ કે તગડા રીક્ષાભાડા ખર્ચીને મુસાફરી કરવી પડતી હતી અંતે નગરપાલિકાએ ફરીથી નગર બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે અને આગામી 1 માસમાં શહેરીજનોને નગરબસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પોરબંદર શહેર આમ તો નાનું શહેર છે. બે થી ત્રણ કિલોમીટરના એરીયામાં શહેર ફેલાયેલું છે. નાના શહેરમાં નગરપાલિકા દ્વારા નગર બસ સેવા શરૂ કરવામાં આવી હતી અને કારગીલ પરિવહન દ્વારા નગર બસ સેવા કાર્યરત હતી.

8 માસ પૂર્વે કોઈ કારણોસર એકાએક નગર બસ સેવા બંધ કરી દેવામાં આવતા ભારે હોબાળો મચી ગયો હતો તો બીજી તરફ રીક્ષાચાલકોએ ભાડામાં તગડો વધારો કરી દીધો હતો. રીક્ષાનું સામાન્ય ભાડું 10 જેવું વસૂલવામાં આવતું હોય જેને કારણે ગરીબ અને મધ્યમ પરિવારો ઉપર આર્થિક ભારણ વધ્યું હતું અને નાછૂટકે રીક્ષામાં મુસાફરી કરવી પડતી હતી.

તો બીજી તરફ રીક્ષાની સંખ્યામાં પણ વધારો થઈ ગયો હતો જેથી શહેરની ટ્રાફિકની સમસ્યા પણ વકરી હતી. અંતે નગરપાલિકાએ ફરી નગર બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. અંગેની ટેન્ડર પ્રક્રીયા પૂર્ણ થઈ ગઈ છે અને જરૂરી મંજુરી મેળવ્યા બાદ આગામી 1 માસમાં નગર બસ સેવા શરૂ થઈ જશે તેમ પાલિકાના ચીફ ઓફિસર આર.જે.હુદડે જણાવ્યું હતું. શહેરના નિયત કરેલા અલગ-અલગ 6 રૂટ ઉપર નગર બસ સેવાનો લાભ શહેરીજનોને મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે 8 માસ બાદ ફરી એકવાર સીટી બસ સેવા શરૂ થતાં પોરબંદર શહેરીજનોમાં ખુશીની લાગણી સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો