તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નગર સેવા સદનની શાળાના કર્મચારીના પગાર ચૂકવો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોંગ્રેસ દ્વારા ન.પા.ના પ્રમુખને રજૂઆત કરાઈ

પોરબંદરનગર સેવા સદન હસ્તકની તમામ શાળાઓના કર્મચારીઓના પગાર ચૂકવવા માટે કોંગ્રેસના દેવજીભાઈ પરમાર દ્વારા નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરાઈ હતી અને નગરપાલિકા હસ્તકની તમામ શાળાના કર્મચારીઓને તાત્કાલીક પગાર ચૂકવવા માંગ કરવામાં આવી હતી.

પોરબંદર શહેરમાં નગરપાલિકા હસ્તકની તમામ શાળાના કર્મચારીઓને છેલ્લા 3 માસથી પગાર ચૂકવવામાં આવ્યા નથી. જેને કારણે શાળાના શિક્ષકો સહિત કર્મચારીઓને તહેવાર પર પણ ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. કર્મચારીને પગાર મળતા મોંઘવારીના સમયમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બાબતે કોંગ્રેસના દેવશીભાઈ પુંજાભાઈ પરમાર દ્વારા નગર સેવા સદનના પ્રમુખને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો