તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં ચકલીઓનું થઈ રહ્યું છે જતન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લુપ્ત થઈ રહેલ ચકલી આજે પણ શહેરનાં અનેક વિસ્તારો સહિત ગ્રામ્યપંથકમાં ટોળામાં જોવા મળે છે

સૌપ્રથમ વખત 20 માર્ચ 2010 ની વર્લ્ડ હાઉસ સ્પેરો ડે તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આપણે એવું લાગી રહ્યું હોય કે ભલા ચકલાના તે કાંઈ દિવસ ઉજવવાના હોય પરંતુ ચકલા, ચકલી, ચકીબેન કે ‘હાઉસ સ્પેરો’ ફક્ત આપણા દેશનું નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવવસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે. એક જમાનામાં ટોળામાં જોવા મળતું પક્ષી આજે જીવનસંઘર્ષ માટે ઝઝૂમી રહ્યું છે. જો તેમને બચાવવા માટે આપણે કંઈ નહીં કરીએ તો ચકલીઓ ખૂબ ઝડપથી લુપ્ત થઈ જશે ! પક્ષીનગરી પોરબંદરમાં ચકલીઓનું ખૂબ સારી રીતે જતન થઈ રહ્યું છે અને પોરબંદર શહેરમાં દરજી સોસાયટી, કડીયાપ્લોટ, સીતારામનગર, જ્યુબેલી, ખારવાવાડ, બંદર વિસ્તાર, છાયા વિસ્તાર સહિત ગ્રામ્યપંથકમાં આજે પણ ચકલીટોળામાં જોવા મળી રહેતી હોવાનું બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઈ રૂઘાણીએ જણાવ્યું હતું.

ચકલીની સંખ્યા વધારવા માટે શું કરવું જોઈએ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો