• Gujarati News
  • મામા કોઠા મંદિરના મહંતે કહ્યું હું કયાં સમાધી લેવાનો હતો

મામા કોઠા મંદિરના મહંતે કહ્યું હું કયાં સમાધી લેવાનો હતો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાની તમામ નગરપાલિકાના ફાયરબ્રિગેડના સાધનોની ચકાસણી


હવેચોમાસાના પ્રારંભને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ચોમાસામાં આવતી કુદરતી આફતો જેમાં ભયાનક પૂર, વાવાઝોડા જેવી આપત્તી આવતી હોય છે અને અનેક ગ્રામ્ય વિસ્તારો સંપર્કવિહોણા બની જતા હોય છે, જેથી પરિસ્થિતિમાં લોકોને કોઈ પ્રકારની મુશ્કેલી પડે અને તાત્કાલીક મદદ મળી રહે તે માટે પોરબંદર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટે પૂર્વ તૈયારીરૂપે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.

પોરબંદર જિલ્લો એટલે દરિયાઈ પટ્ટીનો વિસ્તાર જેથી પોરબંદરમાં ચોમાસા દરમિયાન વધારે વરસાદ, વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે તેમજ વધારે વરસાદ થવાથી નદીઓમાં ઘોડાપૂર આવતા હોય છે અને ઘેડપંથકના ગામડાઓમાં ભાદર અને ઓઝતના પાણી ફરી વળતા હોય છે અને ગ્રામ્યપંથકમાં વિજપૂરવઠો, ટેલીફોન સેવા ઠપ્પ થઈ જતી હોય છે. જેથી આવી ઘટનાઓમાં લોકોને તાત્કાલીક મદદ મળે તે માટે નગરપાલિકા તંત્ર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મામલતદાર, કોસ્ટગાર્ડની બેઠકો બોલાવવામાં આવી રહી છે. કામગીરીમાં લોકોને પાણીની બહાર કાઢવા માટેની હોડી તેમજ ફાયર ફાઈટરના સાધનો, જવાનોને સજ્જ કરી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ચોમાસા દરમિયાન અનેક અકસ્માતની ઘટનાઓ બને છે ત્યારે પુર અને વાવાઝોડાના આગોતરા આયોજન માટે ચકાસણી કરાઇ હતી.

1 જુનથી કંટ્રોલરૂમ શરૂ કરાશે

આગામીચોમાસામાંઆવતી કુદરતી આપત્તી પુર, વાવાઝોડા સામે લોકોને તાત્કાલીક મદદ મળે તે માટે ડેમ વિભાગ દ્વારા તા. 1/6/15 થી કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.