• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ફ્લાઇઓવરના બીમ ઉભા કરવાની કામગીરીથી ઓવરસમ્પ સુધી પાણી પહોંચતુ નથી

ફ્લાઇઓવરના બીમ ઉભા કરવાની કામગીરીથી ઓવરસમ્પ સુધી પાણી પહોંચતુ નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનગરપાલિકા દ્વારા ઉનાળાના સમયમાં પણ પૂરતું પાણી આપવામાં આવી રહ્યું છે પરંતુ છેલ્લા એક માસથી બાયપાસ રોડ ઉપર જાવંત્રી ફિલ્ટર ગાળાથી આવતી મુખ્ય પાઈપલાઈન ક્ષતિગ્રસ્ત થઈ હતી જે જગ્યાએથી પાઈપલાઈન પસાર થાય છે ત્યાં ફ્લાયઓવરના બીમ ઉભા કરવાની કામગીરી ચાલી રહી છે, જેને કારણે પૂરતા ફોર્સથી પાણી સમ્પ સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે જેને કારણે શહેરના અનેક ઉંચાણવાળા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઉદભવી છે.

પોરબંદર શહેરને ફોદાળા અને ખંભાળા જળાશયોમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે. જળાશયોમાંથી જાવંત્રીગાળાથી પાણી પહોંચાડવાનું હોય છે ત્યાંથી નગરપાલિકાની મુખ્ય પાઈપલાઈન મારફત જ્યુબેલી ખાતેના ઓવરસમ્પ સુધી પાણી પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી શહેરને પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ પોરબંદરના બાયપાસ રોડ ઉપર ફ્લાયઓવરની કામગીરી આમ તો છેલ્લા 4 વર્ષથી ચાલી રહી છે જેમાં ઉદ્યોગનગર રેલ્વેફાટક પાસે બીમ ઉભા કરવાની કામગીરી દરમિયાન નગરપાલિકાની મુખ્ય પાઈપલાઈન બે થી ત્રણ વખત તૂટી હતી જેને કારણે શહેર 3 થી 4 દિવસ સુધી તરસ્યું રહ્યું હતું. હાલ સ્થિતિ છે કે, જે સ્થળે બીમની કામગીરી ચાલે છે તે સ્થળેથી પસાર થતી નગરપાલિકાની મુખ્ય પાઈપલાઈનમાં પૂરતા ફોર્સથી પાણી ઓવર સમ્પ સુધી પહોંચાડી શકાય તેમ નથી. નહીંતર પાણીની પાઈપલાઈન ફરી ક્ષતિગ્રસ્ત થાય અને પીવાના પાણીની સમસ્યા સર્જાય તેમ છે જેને કારણે ઓવરસમ્પમાં પૂરતું પાણી એકત્રીત નહીં થતું હોવાને કારણે અને પૂરતા ફોર્સથી પાણી આપી શકાય તેમ હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં પીવાનું પાણી હાલ નહીં મળતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

ત્રણ-ચાર દિવસમાં પાણી પૂરવઠો પૂર્વવત કરાશે

પોરબંદરશહેરમાંહાલ પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ પંકજભાઈ મજીઠીયાએ “દિવ્ય ભાસ્કર” સાથેની વાતચીતમાં એવું જણાવ્યું હતું કે, બાયપાસ રોડ ઉપર બીમ ઉભા કરવાની કામગીરી બે-ત્રણ દિવસમાં પૂરી થઈ જશે ત્યારબાદ પૂરતા ફોર્સથી ઓવર સમ્પ સુધી પાણી પહોંચશે અને ત્યારબાદ શહેરને નિયમીત અને પૂરતો પાણી પૂરવઠો મળશે.

અન્ય સમાચારો પણ છે...