• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં ખારવા સમાજનાં છાત્રો માટે માર્ગદર્શન સેમિનાર

પોરબંદરમાં ખારવા સમાજનાં છાત્રો માટે માર્ગદર્શન સેમિનાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામીતારીખ 17 ડિસેમ્બર ના રવિવારે સાંજે 4 કલાકે યોજાનાર સેમિનારમાં શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. આધુનિક સમય કોમ્પ્યુટર, ટેકનોલોજી અને કોંપિટિશનનો છે. ત્યારે ઉચ્ચ કારકિર્દી બનાવવા માટે વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ અને ૧૨ તથા કોલેજની ફાઈનલ પરીક્ષાઓમાં ઉચ્ચ ટકાવારી સાથે પાસ થવું ખૂબ આવશ્યક છે. તેથી સારા ક્ષેત્રમાં જવા માટે સારી સ્કુલ કોલેજોમાં પ્રવેશ મળી શકે. પણ આજે વિદ્યાર્થીઓને મૂંઝવતા રહેલ અનેક પ્રશ્નો કે સમસ્યાઓ એવી છે કે ઉચ્ચ ટકાવારી મેળવી ખુબજ મુશ્કેલ છે. વિદ્યાર્થીઓને મૂંઝવતા અનેક પ્રશ્નોના નિવારણ માટે વિદ્યાર્થીઓને સેમિનાર અંતર્ગત યોગ્ય માર્ગદર્શન કેટલીક ટીપ્સ મળી શકે તેવા આશયથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સૌથી વધારે અગત્યનું વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સાથોસાથ મોટીવેશન કરવાની આવશ્યકતા છે ત્યારે સેમિનારમાં નાનો એવો મોટીવેશન કાર્યક્રમ પણ યોજાશે. શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓ માર્ગદર્શન તથા ટિપ્સ આપશે. સેમિનારમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લેઈ તેઓ અનુરોધ કરવામાં આવ્યો હતો.

આગામી 17 ડિસેમ્બરનાં સાગર સંસ્કાર હોલ ખાતે આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...