• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં કોંગ્રેસના નામે પ્રચાર કરનાર ઉમેદવારના બંને વાહનોનો પરવાનો રદ

પોરબંદરમાં કોંગ્રેસના નામે પ્રચાર કરનાર ઉમેદવારના બંને વાહનોનો પરવાનો રદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીટીકલ રીપોર્ટર | પોરબંદર

પોરબંદરમાંમંગળવારે અપક્ષ ઉમેદવારે અપ્રચાર કરતા ભારે વિરોધ થયો હતો અને કોંગ્રેસે અંગે ચૂંટણી પંચને રજુઆત કરી હતી. જેને પગલે ચૂંટણી અધિકારીએ આચારસંહિતના ભંગ બદલ અપક્ષા ઉમેદવારના બન્ને વાહનોની પરવાની રદ કરવાનો નિર્ણય કર્યો હતો. પોરબંદર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીતુભાઈ આગઠે ચુંટણી અધિકારી સમક્ષા એવી રજુઆત કરી હતી કે, પોરબંદર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડીયાનો ઈવીએમ ક્રમાંક નંબર છે. જયારે તેમના ભળતા નામ વાળા અરજન વિરમ મોઢવાડીયા અપક્ષા ઉમેદવાર છે. તેમનો ઈવીએમ નંબર ૧૦ છે પરંતુ ઉમેદવાર રીક્ષાામાં માઈક વગાડી અર્જુનભાઈ મોઢવાડીયાનો ક્રમાંક નંબર ૧૦ ને મત આપો તેવી અપીલ કરતો હતો. બાબતે ચૂંટણી વિભાગ ધ્વારા વિવિધ સરકારી એજન્સીઓ પાસેથી રીપોર્ટ મંગાવવામાં આવ્યો હતો. રીપોર્ટમંા આદર્શ આંચાર સહિતા તપાસમાં આવતા જેમાં આચારસંહિતાનો ભંગ સમાન છે. તેવુ જણાવી અને ચૂંટણી અધિકારી કે.વી.બાટી અપક્ષા ઉમેદવાર અરજન વિરમ મોઢવાડીયાના બન્ને વાહનોની પરવાનગી રદ કરી હતી. આમ, ચૂંટણી અધિકારીએ આચારસંહિતના ભંગ બદલ અપક્ષા ઉમેદવારના બન્ને વાહનોની પરવાની રદ કરવાનો નિર્ણય કર્યો હતો.

આચારસંહિતાના ભંગ સમાન હોવાનું બહાર આવતાં પગલંુ લેવાયું

અન્ય સમાચારો પણ છે...