• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • રાણાકંડોરણામાં વીજધાંધીયાથી હાલાકી, કચેરીમાં ફોલ્ટ માટે ફોન ઉપાડાતો નથી

રાણાકંડોરણામાં વીજધાંધીયાથી હાલાકી, કચેરીમાં ફોલ્ટ માટે ફોન ઉપાડાતો નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાંછેલ્લા કેટલાક સમયથી લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે અને બપોરના સમયમાં ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે, પરંતુ ગરમીમાં વિજળીના ધાંધીયાથી લોકો ત્રાહિમામ બન્યા છે અને રાણાકંડોરણા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી વિજળી વારંવાર ગૂલ થઈ જાય છે અને વિજફોલ્ટ માટે લોકો વિજકચેરીએ ફોન કરે તો પણ ફોન લાગતો નથી તેમજ વિજફોલ્ટ લખાવવા માટે વિજપ્રશ્ને રજૂઆત કરવા માટે રાખવામાં આવેલા ફોનનું રીસીવર બાજુમાં મૂકેલું નજરે પડી રહ્યું હતું તેથી લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી.

રાણાવાવ નજીક આવેલા રાણાકંડોરણામાં છેલ્લા કેટલાક સમયથી વિજધાંધીયા જોવા મળી રહ્યા છે અને એક દિવસમાં લગભગ 20 થી 25 વખત લાઈટ આવે ને જાય છે. જેથી સ્થાનિકોના વિજઉપકરણોને પણ નુકસાન થઈ રહ્યું છે. આમનું કારણ છે કે રાણાકંડોરણા ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો જુના વિજવાયરો હોવાથી સમસ્યાનો ઉદભવ થાય છે. જેથી વિજતંત્રએ ચોમાસા પહેલા જૂના વિજવાયરો વહેલી તકે બદલવા જોઈએ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર રાણાકંડોરણામાં રાત્રીના સમયમાં વિજપુરવઠો ખોરવાઈ જાય તો વિજકચેરી ખાતે ફોન કરીએ છીએ પણ લાગતો નથી.

જ્યારે બાબતે વિજકચેરીએ પહોંચી જઈને સ્થાનિકોએ અચાનક તપાસ કરતાં ફોનનું રીસીવર બાજુમાં મૂકેલું જોવા મળ્યું હતું. ઉપરાંત કોઈ કર્મચારી પણ હાજર હતા. બાબતે ત્યાં ફરજ બજાવી રહેલા એક વ્યક્તિને પૂછવામાં આવ્યું તો તેમણે તો કહી દીધું અહીંયા કોઈ છે નહીં મને ખબર હોય. ત્યારે સવાલ થાય કે રાત્રીના સમયમાં જે કર્મચારીઓને ફરજ સોંપવામાં આવે છે તે કર્મચારી ફરજ બજાવે છે કે નહીં તે કોઈ ઉપરી અધિકારી પણ તપાસ નહીં કરતા હોય તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે અને રાણાકંડોરણા ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી તકે વિજતંત્ર નવા વિજવાયરો નાંખી પ્રશ્નનો હલ કરે તે પણ જરૂરી છે.

સ્થાનિકોએ જાતે ઓફિસે તપાસ કરતા કોઈ કર્મચારી હાજર હતા : રોષ

અન્ય સમાચારો પણ છે...