• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • વિલાસપુર ગામે ખેતરમાં થાંભલા ખોડવા બાબતે બોલી બઘડાટી

વિલાસપુર ગામે ખેતરમાં થાંભલા ખોડવા બાબતે બોલી બઘડાટી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનજીક આવેલા કુતિયાણા પાસેના વિલાસપુર ગામે રહેતા એક યુવાનના ખેતરમાં એક શખ્સે થાંભલા ખોડ્યા હતા જેથી યુવાને થાંભલા કાઢી નાખ્યા હતા. જેથી બે શખ્સોએ સાહેદ મહિલા પર કુહાડી વડે હુમલો કર્યો હતો જ્યારે અન્ય ચાર શખ્સોએ યુવાનને ભૂંડી ગાળો ભાંડી ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી 6 શખ્સો વિરૂદ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો હતો. કુતિયાણાના વિલાસપુરમાં રહેતા ખીમ કરશન આંબલીયા નામના યુવાનના ખેતરમાં વેજા ભીખા આંબલીયાએ થાંભલા ખોડેલ હતા. જેથી થાંભલા ખીમ કરશને કાઢી નાખ્યા હતા જેથી વેજા આંબલીયા અને ભીખા આંબલીયાએ સાહેદ પ્રવિણાબેન પર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. ઉપરાંત રામદે ભીખા આંબલીયા, ભરત વેજા આંબલીયા, સોમાતબેન આંબલીયા અને ભીખુ કરશન આંબલીયાએ વારાફરતી આવી ખીમ આંબલીયાને ઢીકા-પાટુનો માર મારી ભૂંડી ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા 6 સામે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે, જેથી પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...