મહિલાઓએ ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કરી છાજીયા લીધા !

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલાઓએ ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કરી છાજીયા લીધા !

પોરબંદરનગરપાલિકાએ જ્યારથી ખાડીકાંઠા સહિતના વિસ્તારોમાં રહેતા ગરીબોના મકાનો તોડી પાડવાનો નિર્ણય કર્યો છે ત્યારથી વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સભા બાદ કોંગ્રેસે એક રેલી કાઢીને નગરપાલિકાએ આવેદનપત્ર આપ્યું ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને નગરપાલીકાના આંગણામાં ભાજપ વિરોધી સુત્રોચ્ચારો કરીને છાજીયા લીધા હતા. પોતાનો આશરો છીનવાઈ રહ્યો છે ત્યારે કેટલીક મહિલાઓ પોતાના દૂધપીતા બાળકોને લઈને સભામાં અને રેલીમાં આવી પહોંચી હતી અને પાલિકાના શાસકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...