સીટી બસના પૂર્વ મેનેજરે ચોકીદાર ઉપર હુમલો કર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંકારગીલ પરિવહન નિગમ દ્વારા નગર બસ સેવા ચાલી રહી છે. બસ સેવામાં અગાઉ મેનેજર તરીકે ફરજ બજાવતા શખ્સે ચોકીદાર ઉપર હુમલો કરવા ઉપરાંત મેનજરને ધમકી આપી હતી. સમગ્ર ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થઈ હતી જેને પગલે પોલીસે નગર બસ સેવાના પૂર્વ મેનેજર સામે ગુન્હો નોંધ્યો છે. પોરબંદર કારગીલ પરિવહનમાં અગાઉ મેનેજર તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ ગોહીલ થોડા દિવસો પૂર્વે કમલાબાગ ખાતે આવેલી કારગીલની ઓફિસ ખાતે ધસી આવ્યા હતા અને પ્રથમ તેમણે ઓફિસ બહાર બેઠેલા ચોકીદાર ઉપર બાઈક ચડાવીને ચોકીદાર જયેન્દ્ર ખેતાણીને ઈજા પહોંચાડી હતી. એટલું નહીં, તેમના પુત્રને પણ ધમકી આપી હતી અને ત્યારબાદ ઓફિસના મેનેજર ગોગન ગોસ્વામીને ‘તારે અહીં નોકરી નથી કરવી’ તેમ કહી ધમકી આપી હતી. સમગ્ર ઘટના સીસી ટીવીમાં કેદ થયા બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે સીસી ટીવી ફૂટેજના આધારે પૂર્વ મેનેજર સામે ફરીયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...