• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • મિંયાણી નજીક ટ્રકમાંથી અખાદ્ય ગોળના 400 ડબ્બા ઝડપી લેવાયા

મિંયાણી નજીક ટ્રકમાંથી અખાદ્ય ગોળના 400 ડબ્બા ઝડપી લેવાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનજીક આવેલી મિયાણી ચેકપોસ્ટ પાસે પોલીસ વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી તે દરમિયાન એક ટ્રકને રોકાવી તેની તલાશી લેતાં ટ્રકમાંથી 400 ગોળના અખાદ્ય ડબ્બા મળી આવ્યા હતા, જેથી પોલીસે ટ્રક અને ગોળના જથ્થાનો કબ્જો લઈ 4.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ટ્રકચાલકની અટક કરી આગળની પુછપરછ હાથ ધરી હતી.

મિયાણી ચેકપોસ્ટ પાસે પોલીસે ચેકિંગની કામગીરી કરી રહી હતી દરમિયાન એક ટ્રકને શંકાના આધારે રોકાવી તપાસ કરતા ટ્રકમાં ગોળના 400 જેટલા ડબ્બા જોવા મળ્યા હતા અને પોલીસે અખાદ્ય ગોળના ડબ્બા કબ્જે કરી ટ્રકચાલક પોલાભા ગગુભા જગતીયાની અટક કરી હતી અને ટ્રક અને ગોળના જથ્થા સહિત રૂા. 4,50,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ટ્રકચાલકે પોલીસની પુછપરછ દરમિયાન જણાવ્યું હતું કે ગોળનો જથ્થાને દ્વારકા જઈ જતો હતો અને જ્યાં એક વ્યક્તિને સોંપવાનો છે.

જેથી અખાદ્ય ગોળના ગુન્હા સબબ ઉનાના જયેશકુમાર વિનયકાંત શિંગાળા અને દેવભૂમિ દ્વારકાના જયેશકુમાર મનસુખલાલ સામાણી વિરૂદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જો કે ગોળ ખાવાલાયક હતો કે નહીં તે તો તપાસ બાદ ખબર પડશે.

અન્ય સમાચારો પણ છે...