• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • નિયમ મુજબ સ્ટેમ્પનું વેચાણ ન થતાં લોકો પોસ્ટ ઓફિસે જવા મજબૂર

નિયમ મુજબ સ્ટેમ્પનું વેચાણ ન થતાં લોકો પોસ્ટ ઓફિસે જવા મજબૂર

નિયમ મુજબ સ્ટેમ્પનું વેચાણ ન થતાં લોકો પોસ્ટ ઓફિસે જવા મજબૂર

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:30 AM IST
પોરબંદર શહેરમાં આવેલ જુની કોર્ટ કમ્પાઉન્ડમાં મોટાભાગના સ્ટેમ્પ વેન્ડરો નિયમોને નેવે મૂકીને કામ કરી રહ્યા હોવાની અવારનવાર ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે શહેરના સામાજીક કાર્યકર દિલીપભાઈ મશરૂએ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી ને રજૂઆત કરી હતી અને એવું જણાવ્યું હતું કે, જુની કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં 20,50, 100 રૂપીયાના સ્ટેમ્પ માટે જિલ્લાના ગ્રામ્યપંથકમાંથી અનેક લોકો ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે સ્ટેમ્પ વેન્ડરોને તેમના સ્થળે બેસીને સ્ટેમ્પનું વેચાણ કરવાનું હોય છે તેના બદલે મોટાભાગના સ્ટેમ્પ વેન્ડરો અન્ય જગ્યા ઉપર વેચાણ કરતા હોય જેને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ મોટાભાગના લોકોને હેડ પોસ્ટઓફિસમાં સ્ટેમ્પ લેવા માટે જવું પડી રહ્યું છે. હકીકતમાં સ્ટેમ્પનું વેચાણ ટીકીટ સાથે જુની કોર્ટ કમ્પાઉન્ડમાં કરવાનું હોય છે પરંતુ સ્ટેમ્પ વેન્ડરો નિયમ પ્રમાણે સ્ટેમ્પનું વેચાણ કરતા નહીં હોવાથી લોકોને પોસ્ટઓફિસમાં લાંબી કતારોમાં ઉભા રહેવાની નોબત આવી છે. ઉપરાંત સ્ટેમ્પ વેન્ડરો પોતાની પાસે સ્ટેમ્પનો કેટલો સ્ટોક છે ω તે બતાવવાનું ફરજીયાત હોવા છતાં સ્ટોક હોવાનું જણાવતા નથી. જેથી લાયસન્સ રીન્યુ કરતી વખતે તમામ બાબતોનું પાલન થાય તે જરૂરી છે. લોકોને 20,50 અને 100 ના સ્ટેમ્પ માટે ખૂબ જ રઝળપાટ થઇ રહ્યો છે જેથી કલેક્ટરને રજૂઆત કરી સબંધીત વિભાગને સૂચના આપી જુની કોર્ટ કચેરીના કમ્પાઉન્ડમાં સઘન ચેકીંગ હાથ ધરવા માંગ કરાઈ હતી.

X
નિયમ મુજબ સ્ટેમ્પનું વેચાણ ન થતાં લોકો પોસ્ટ ઓફિસે જવા મજબૂર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી