સીટી બસની ખરીદી તો થઇ ગઇ, સેવા શરૂ કરવામાં તંત્રની આળસ

પોરબંદર શહેરમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતીૃ સીટી બસની સુવિધા છીનવી લેવામાં આવી છે....

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 02:30 AM
સીટી બસની ખરીદી તો થઇ ગઇ, સેવા શરૂ કરવામાં તંત્રની આળસ
પોરબંદર શહેરમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતીૃ સીટી બસની સુવિધા છીનવી લેવામાં આવી છે. જવાબદાર તંત્રએ કારણોસર બસની સુવિધા છીનવી લીધી હોવાથી લોકોને અવરજવર કરવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ ઊંચા ભાડા ચૂકવીને મુસાફરી કરવાની નોબત આવી છે ત્યારે છેલ્લા ઘણાં દિવસોથી નગરપાલિકાએ બસની સુવિધા નગરજનોને ઉપલબ્ધ કરાવવા માટે પ્રયાસ હાથ ધર્યા છે અને ખાનગી એજન્સીને બસની સુવિધા ઉપલબ્ધ કરવા માટે કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે. ખાનગી કંપની દ્વારા અનેક વર્ષો સુધી આ સુવિધા સુચારૂરૂપે ચલાવવામાં આવી હતી. બાદમાં કોઈપણ કારણોસર ખાનગી કંપની અને નગરપાલિકા વચ્ચે આ કોન્ટ્રાક્ટ રદ થતા છેલ્લા સવા વર્ષથી પોરબંદરમાં સીટી બસની સુવિધા બંધ કરી દેવામાં આવી છે. સીટી બસ સેવા બંધ થવાને લીધે લોકોને નાછૂટકે પરિવહન માટે રીક્ષા અથવા તો ખાનગી વાહનનો ઉપયોગ કરવો પડતો હોવાને લીધે શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે, તો બીજી તરફ ટ્રાફિકની સમસ્યા માટે કુખ્યાત એવા પોરબંદરમાં વધુ પ્રમાણમાં રીક્ષા અને ખાનગી વાહનો ની આવનજાવન વધી જતા ટ્રાફિકની સમસ્યામાં ભારે વધારો થયો છે ત્યારે પાલિકાએ બસની સુવિધા ઉપલબ્ધ કરવા માટે પ્રયાસો હાથ ધર્યા હોવાથી ખાનગી એજન્સીએ બસની ખરીદી પણ કરી લીધી હોવા છતાં માત્ર સરકારની મંજુરીના વાંકે જ નગરજનો બસની સુવિધાથી વંચીત રહ્યા છે.

5 રૂપિયાના ખર્ચે પહોંચાય ત્યાં જવા માટે 40 રૂપિયા ભાડું ચૂકવવાની નોબત

નરોડા મેઈન બ્રાન્ચેથી મંજુરી મળે એટલે સીટી બસની સુવિધા ઉપલબ્ધ થશે

પોરબંદરમાં બસની સુવિધા ઉપલબ્ધ કરવા માટે પાલિકાએ ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દીધો હોય અને ખાનગી એજન્સીએ પણ બસની ખરીદી લીધી હોવા છતાં માત્ર સરકારની મંજુરીના વાંકે બસની સુવિધા શરૂ નહીં કરવા બાબતે પાલિકા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આગામી સમયમાં નરોડા ખાતે મેઈન બ્રાન્ચ આવેલી હોય અને જ્યાંથી સીટી બસની મંજુરી મળશે એટલે તાત્કાલીક બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

છાત્રોને નાછૂટકે ખાનગી વાહનોમાં કરવી પડે છે મુસાફરી

માત્ર સરકારની મંજુરીના વાંકે શહેરીજને સીટી બસ સેવાની સુવિધાથી વંચીત રહેવું પડે છે

ગુજરાત જનતા પંચાયત પક્ષ દ્વારા તંત્રને રજૂઆત કરાઈ હતી

ગુજરાત જનતા પંચાયત પક્ષના નેશનલ જનરલ સેક્રેટરીએ તંત્રને રજૂઆત કરીને એવુ જણાવ્યું હતું કે પોરબંદરમાં સવા વર્ષથી સિટી બસ સેવા બંધ થઈ ગઈ છે તેને શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને કોન્ટ્રાક્ટ પણ અપાઇ ગયો છે. પરંતુ સરકારના માર્ગ અને પરિવહન વિભાગ તરફથી મંજૂરી આપવામાં આવી નથી તેના કારણે નવી બસો ખરીદાઈ ગઇ હોવા છતાં હજુ સુધી સિટી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. મોંઘવારીના સમયમાં રિક્ષાચાલકો બેફામ રીતે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.

X
સીટી બસની ખરીદી તો થઇ ગઇ, સેવા શરૂ કરવામાં તંત્રની આળસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App