આદિત્યાણા પાસેથી દારૂની 25 બોટલ સાથે 5 શખ્સો ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાઆદિત્યાણા બાયપાસ રોડ પર બોરીચાના પાટીયા નજીકથી સુઝુકી એક્સેસ સ્કૂટર નં. જીજે 25 કે 0021 માં પસાર થઈ રહેલા પોરબંદરના કડીયાપ્લોટમાં રહેતા ગૌતમ ઉર્ફે રોકી ભીખુભાઈ પરમાર અને મીલપરાના રાકેશ મનુભાઈ ટીટીયાને પોલીસે અટકાવી તલાશી લેતા તેમની પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ 12, કિં. રૂા. 3600 ની મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી અને પૂછપરછ દરમિયાન દારૂ તેમણે બોરીચા ગામના આલા દાના ચાવડા પાસેથી ખરીદ્યો હોવાનું કબુલ્યું હતું તેમજ દારૂનો જથ્થો કેવલો કિશાભાઈ મકવાણાએ પોતાના ડીયો સ્કૂટરમાં મંગાવ્યો હોવાનું જણાવતા પોલીસે ચારેય શખ્સોની અટક કરી હતી અને બન્ને સ્કૂટર તથા વિદેશી દારૂ મળી કુલ રૂા. 63,600 નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. રીતે આદિત્યાણા નવાપરા કાદા વિસ્તારમાં હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ નં. જીજે 11 એન 4755 માં વિદેશી દારૂની 46 બોટલ સાથે પસાર થઈ રહેલા આદિત્યાણાના લાખા કારાભાઈ મોરીની પોલીસે અટકાયત કરી હતી અને દારૂનો જથ્થો પણ બોરીચાના આલા દાના ચાવડા પાસેથી ખરીદ્યો હોવાનું જણાવતા પોલીસે દારૂ અને મોટરસાયકલ સહિત કુલ રૂા. 33,800 નો મુદ્દામાલ કબ્જે કરી લાખા ઉપરાંત આલા સામે વધુ એક ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પોલીસે દારૂ, બાઇક મળી કુલ 33,800નો મુદ્દામાલ કબ્જે કર્યો

અન્ય સમાચારો પણ છે...