ક્રાઈમ રીપોર્ટર | પોરબંદર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રીપોર્ટર | પોરબંદર

પોરબંદરજિલ્લામાં તસ્કરોની રંજાડ વધી છે. પોરબંદરમાં સોનીની દુકાનમાંથી રૂા. 3 લાખના મુદ્દામાલની ચોરીનો ભેદ હજુ પોલીસે ઉકેલ્યો નથી ત્યાં રાણાવાવના આદિત્યાણા ગામે પણ ચોરીનો બનાવ સામે આવતા ભારે ચર્ચા જાગી છે. આદિત્યાણા ગામે બ્રહ્મસમાજની અંદર રહેતા કલ્પેશ મગનભાઈ રાજ્યગુરૂની કટલેરીની દુકાનમાં રવિવારની મોડી રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનનું લોક તોડી અંદર પ્રવેશી ટેબલના ખાનામાં રહેલી રૂા. 3,000 ની રોકડ રકમ અને પાસબુક ચોરી કરી ગયા હતા. અંગેની જાણ થતા કલ્પેશભાઈ રાજ્યગુરૂ તાત્કાલીક દોડી ગયા હતા.

કટલેરીની દુકાનમાંથી 3 હજારની ચોરી, રાવ

અન્ય સમાચારો પણ છે...