Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Porbandar » માછીમારોના વિવિધ પ્રશ્ને સરકારને અનેકવાર રજૂઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ ન આવ્યું

માછીમારોના વિવિધ પ્રશ્ને સરકારને અનેકવાર રજૂઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ ન આવ્યું

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:25 AM

પોરબંદરમાં આજે બોટ અને પીલાણા એસો. દ્વારા માછીમારોની જનરલ મીટીંગ યોજાશે

  • માછીમારોના વિવિધ પ્રશ્ને સરકારને અનેકવાર રજૂઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ ન આવ્યું
    પોરબંદરમાં માછીમારોના વિવિધ પ્રશ્નોને લઈને સરકારમાં અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય નિરાકરણ નહીં આવતા આજે માછીમારોની જનરલ મીટીંગ યોજાનાર છે.

    ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને આપવામાં આવતા વેચાણવેરા મુક્ત ડીઝલમાં વારંવાર સુધાર કરવામાં આવી રહ્યા છે જેને કારણે માછીમારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જુના નિયમ પ્રમાણે દરેક માછીમારોને 21 થી 24 હજાર લીટરના વાર્ષિક ડીઝલ ક્વોટા આપવામાં આવતા હતા અને તેના ઉપર વેટ રીફંડ રાહત ચૂકવવામાં આવી હતી. પરંતુ સરકારે આ જુના નિયમમાં ફેરફાર કરીને હાલમાં નવો નિયમ અમલમાં મુક્યો છે જેમાં 1 કુટુંબદીઠ 1 બોટ ઉપર જ 11,000 લીટર મર્યાદામાં વેટરીફંડ રાહત ચૂકવવાનો નિર્ણય લેવાયો છે જેનો પોરબંદર સહિત ગુજરાતભરના માછીમારોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. ડીઝલ ખરીદીના તમામ બીલો બાહેંધરી વગર ફિશરીઝમાં સ્વીકારવા સરકારને અવારનવાર રજૂઆત થયેલ છે તેમજ નાના પીલાણાને આપવામાં આવતી કેરોસીન વિતરણ નીતિમાં પણ ફેરફાર કરી જી.એફ.સી.સી.એ. ના પમ્પ ઉપર ખરીદી કરવા અને કેરોસીન સહાય માછીમારોના ખાતામાં જમા કરવાના નિયમનો પણ માછીમારોએ ઉગ્ર વિરોધ કર્યો છે. આમ માછીમારોના તમામ પ્રશ્નોના નિરાકરણ માટે સરકારને અનેક વખત રજુઆત કરી હોવા છતાં સરકારે નક્કર પગલા ભર્યા નથી તેવું બોટ એસોસીએશનના પ્રમુખ ભરતભાઈ મોદીએ જણાવ્યું હતું. આમ, પોરબંદર સમસ્ત ખારવા સમાજ, માછીમાર બોટ એસોસીએશન અને પીલાણા એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે આજે તા. 1લી એપ્રિલને સાંજે 5 કલાકે ફિશરીઝ ટર્મીનલ, સુભાષનગર ખાતે જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં બોટપીલાણા માલિકો તેમજ મચ્છીના ધંધાર્થીઓને હાજર રહેવા ભરતભાઈ મોદીએ અનુરોધ કર્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending