બ્લડ ડોનેશન કેમ્પમાં 500 બોટલ લોહી એકત્રીત કરાયું

મદ્રેસામાં ઈન્ડીયન રેડક્રોસ, લાયન્સ ક્લબ દ્વારા આયોજન

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 02:25 AM
બ્લડ ડોનેશન કેમ્પમાં 500 બોટલ લોહી એકત્રીત કરાયું
પોરબંદર શહેરમાં હનુમાનજયંતી નિમીતે મદ્રેસા સંકુલ ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી અને લાયન્સ ક્લબ દ્વારા યોજવામાં આવેલ રક્તદાન કેમ્પમાં 500 જેટલી લોહીની બોટલ એકત્રીત કરાઈ હતી. પોરબંદર શહેરમાં હનુમાનજયંતીની ઉજવણીનું આયોજન ઠેરઠેર કરવામાં આવ્યું હતું ત્યારે બાલા હનુમાન મંદિર સામે આવેલ મુસ્લીમ વિદ્યાર્થીઓની મદ્રેસા સ્કૂલમાં મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી અને લાયન્સ ક્લબ દ્વારા કેતનભાઈ ગજ્જરના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પમાં માત્ર સાડા ત્રણ કલાકમાં જ 500 થી વધુ લોહીની બોટલ એકત્રીત કરવામાં આવી હતી. આ તકે કલેક્ટર, અધિક કલેક્ટર, હિરલબા જાડેજા, ફારૂકભાઈ સુર્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે લોહી મળી રહે એવું આયોજન કરાયું

X
બ્લડ ડોનેશન કેમ્પમાં 500 બોટલ લોહી એકત્રીત કરાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App