Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Porbandar » વર્દીની આન, બાન, શાન જાળવી રાખીને પ્રજાના સાચા મિત્રો બનો : શોભા ભૂતડા

વર્દીની આન, બાન, શાન જાળવી રાખીને પ્રજાના સાચા મિત્રો બનો : શોભા ભૂતડા

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:25 AM

પોરબંદર શહેરમાં આવેલ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બે જિલ્લાના 183 પોલીસ જવાનોએ 8 મહિનાની સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત...

  • વર્દીની આન, બાન, શાન જાળવી રાખીને પ્રજાના સાચા મિત્રો બનો : શોભા ભૂતડા
    પોરબંદર શહેરમાં આવેલ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બે જિલ્લાના 183 પોલીસ જવાનોએ 8 મહિનાની સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કર્યા બાદ યોજાયેલ દીક્ષાંત પરેડ સમારોહમાં શોભા ભૂતડાએ વર્દીની આન, બાન -શાન જાળવી રાખીને પ્રજાના સાચા મિત્રો બનવા પોલીસ જવાનોને આહવાન કર્યું હતું.

    પોરબંદર શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બે જિલ્લાના પોલીસ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લાના 79અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 104 મળી કુલ 183 જવાનોએ 8 મહિનાના સમયગાળા દરમિયાન તેમની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

    બિનહથીયારી લોકરક્ષક તાલીમ પૂરી થઈ હોવાથી દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક શોભા ભુતડાએ તાલીમ મેળવેલ તાલીમાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને એવું જણાવ્યું હતું કે પોલીસમાં ફરજ નિભાવવા જઈ રહેલા યુવાનો ખરા અર્થમાં દેશની સેવા કરવા જઈ રહ્યા છે અને તેમણે મેળવેલી વર્દીની આન, બાન અને શાનને જાળવી રાખીને સાચા અર્થમાં પ્રજાના મિત્ર બનવા આહવાન કર્યું હતું. આ તકે જુદી-જુદી કેટેગરીના જવાનોને શિલ્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending