Home » Saurashtra » Latest News » Porbandar » ગુજરાતના 5.59 લાખ ખલાસી પાસે 34,000 બોટ, બંદર પર બોટ લાંગરવાની ક્ષમતા 16 ટકા

ગુજરાતના 5.59 લાખ ખલાસી પાસે 34,000 બોટ, બંદર પર બોટ લાંગરવાની ક્ષમતા 16 ટકા

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:25 AM

સરકારે માછીમારોને વિવિધ સહાય પેટે 39.14 કરોડ મંજુર કર્યા, સહાય માત્ર 16.75 કરોડની જ અપાઈ

  • ગુજરાતના 5.59 લાખ ખલાસી પાસે 34,000 બોટ, બંદર પર બોટ લાંગરવાની ક્ષમતા 16 ટકા
    પોલીટીકલ રીપોર્ટર | પોરબંદર

    ગુજરાતના 5.59 લાખ માછીમારો પાસે 34,000 બોટ છે પરંતુ મત્સ્યબંદર ખાતે માત્ર 16 ટકા બોટ લાંગરવાની ક્ષમતા હોવાથી માછીમારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાનું અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું. વિધાનસભાના બજેટ સત્રમાં ભારતના કન્ટ્રોલ એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડીયાના અહેવાલમાં રાજ્યના દરિયાકાંઠા અને માછીમારી ક્ષેત્રના વિકાસ, નવા બંદરો બાંધવા, ડીઝલ-કેરોસીન તથા નાની હોડીઓમાં યાંત્રીકરણની સબસીડી ચૂકવવામાં રાજ્યસરકારની ભારે ટીકાઓ બાબતે ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ એવું જણાવ્યું હતું કે ભાજપ સરકાર માછીમારોની માફી માંગીને પૂરતી નાણાંની જોગવાઈ કરે તેમજ નવેસરથી વિધાનસભા બોલાવીને બજેટમાં વધારો કરવા જણાવ્યું હતું. સી.એ.જી. ના ઓડીટ અહેવાલની પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે ઓડીટ અહેવાલમાં મત્સ્યોદ્યોગ વિભાગની 2012 થી 2017 સુધીની 12 મી પંચવર્ષીય યોજના દરમિયાન થયેલ કામગીરીની ઝાટકણી કાઢતા ઓડીટ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે દેશના કુલ મત્સ્યઉત્પાદનમાં ગુજરાત આશરે 7 લાખ ટન જેટલે કે 20 ટકા જેટલો હિસ્સો ધરાવે છે છતાં રાજ્યસરકારે બજેટમાં માછીમારીના લાભાર્થે પૂરતી જોગવાઈ કરી ન હોવાથી માછીમારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વધુમાં એવું પણ કહ્યું હતું કે ગુજરાતના 5.59 લાખ માછીમારો પાસે 34,000 બોટ હોવા છતાં બંદરો ખાતે માત્ર 16 ટકા લંગારવાની ક્ષમતા છે અને 20 વર્ષમાં હજુ સુધી એકપણ નવા બંદરની સુવિધા ઉપલબ્ધ કરાઈ નથી. ઉપરાંત સરકારે માછીમારોના લાભાર્થે જુદી-જુદી સહાય પેટે 39.14 કરોડ મંજુર કર્યા હોવા છતાં 16.75 કરોડની જ સહાય અપાય છે આમ માછીમારોને વિવિધ પ્રશ્ને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ