છાયામાં ઝઘડો કરતા શખ્સની વચ્ચે પડતા યુવાન પર હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંછાયા વિસ્તારમાં રહેતો એક યુવાન તેમના ઘર પાસે એક શખ્સ કોઈ બાબતે માથાકૂટ કરતો હતો. દરમિયાન યુવાન વચ્ચે પડતા તે શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના ઘરની અગાશી ઉપર ચડી યુવાનને ભૂંડી ગાળો ભાંડવા લાગ્યો હતો તેમજ પથ્થરનો ઘા મારી ઈજાઓ પહોંચાડતા શખ્સ વિરૂદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.

છાયા કેનાલ પાસેના વિસ્તારમાં રહેતો હિતેષ લાખા નામનો શખ્સ ઘર પાસે માથાકૂટ કરી રહ્યો હતો જેથી ભોજા પરબત મકવાણા નામનો યુવાન વચ્ચે પડ્યો હતો. જેથી હિતેષ ઉશ્કેરાયો હતો અને ઘરની અગાસી પર ચડી યુવાનને જેમ ફાવે તેમ ભૂંડી ગાળો ભાંડવા લાગ્યો હતો. આટલેથી શમ્યું હોય તેમ હિતેષ નામના શખ્સે ભોજા મકવાણાને પથ્થરનો ઘા મારી ઈજા પહોંચાડી હતી. જેથી હુમલો કરનાર શખ્સ વિરૂદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...