• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • શિક્ષણ પરીક્ષાલક્ષી નહીં, પણ રોજગારલક્ષી બનવું જોઈએ

શિક્ષણ પરીક્ષાલક્ષી નહીં, પણ રોજગારલક્ષી બનવું જોઈએ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવેશોત્સવ મહોત્સવ અંતર્ગત આજે શાળાઓમાં લગભગ 100 ટકા વિદ્યાર્થીઓનું નામાંકન થવા લાગ્યું છે, જે અંતર્ગત કુતિયાણા શહેરી વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ કેબીનેટ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

તકે કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ શાળાના દરેક વર્ગોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના ગણન, વાંચન અને લેખનનું મૂલ્યાંકન કર્યું હતું તેમજ વિવિધ પ્રશ્નો પૂછીને વિદ્યાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરી હતી. પે સેન્ટર કન્યા શાળા ખાતે યોજાયેલ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રસંગે યોગમાં 15 વિદ્યાર્થીનીઓને જ્યારે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં 11 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે શાળાના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને નવા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. સાથે અભ્યાસમાં સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, કુતિયાણા માર્કેટીંગ યાર્ડના ચેરમેન ભીમાભાઈ મોઢા, ન.પા. પ્રમુખ ઢેલીબેન ઓડેદરા, ભીમભાઈ ઓડેદરા, ભરતભાઈ ઓડેદરા, નિલેષભાઈ ઓડેદરા, ગાંગાભાઈ કડેગીયા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ, વાલીઓ અને શાળા પરિવાર સહિત વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...