• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • વિશ્વ યોગ દિવસે સમુદ્ર નજીક 10 હજારથી વધુ લોકો યોગ કરશે

વિશ્વ યોગ દિવસે સમુદ્ર નજીક 10 હજારથી વધુ લોકો યોગ કરશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યોગભગાડે રોગ તે હવે વિશ્વના દેશોએ પણ સ્વીકાર્યું છે. યોગ પ્રાચીન ભારતીય પરંપરાની મળેલી એક અમૂલ્ય ભેંટ છે. આજની ભાગદોડભરી જીંદગીમાં માનસિક અને શારીરિક રાહત મેળવવા માટે યોગસાધના શ્રેષ્ઠ માધ્યમ છે. એટલે 21 મી જુનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પોરબંદરમાં વિશ્વ યોગ દિનની ઉજવણીને લઈને જિલ્લા વહીવટીતંત્રની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે.

પોરબંદરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈને આજે ગાંધી સ્મૃતિ ભવન ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાન્ત અધિકારી ચેતન ગણાત્રા તેમજ જિલ્લા રમતગમત અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈને વિગતો આપતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં મુખ્યમથક પાંચ સ્થળોએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોરબંદરની નવી ચોપાટી રાજમહેલના પાછળના ભાગે મુખ્ય કાર્યક્રમ યોજાશે જેમાં 8 થી 10 હજાર જેટલા લોકો ભાગ લે તેવી શક્યતા છે. અલગ-અલગ 14 જેટલા બ્લોક કલર કોડ સાથે તૈયાર કરવામાં આવ્યા છે.

ચોપાટી ખાતે શાળાના વિદ્યાર્થીઓ, સામાજીક સંસ્થાઓ, નેવી અને એન.સી.સી. ના કેડેટો તેમજ 50 જેટલા દિવ્યાંગો પણ જોડાશે. સવારે 6:15 કલાકે સ્થળ ઉપર હાજર રહેવા જણાવ્યું છે તેમજ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા રમતગમત અધિકારી સહિતની 4 જેટલી કચેરીઓ ખાતે 20 જુન સુધી લોકો રજીસ્ટ્રેશન કરાવી શકશે. ઉપરાંત પોરબંદરમાં બિરલા ફેક્ટરી, આર્યસમાજ, રામકૃષ્ણ મિશન અને સ્વામીનારાયણ હાઈસ્કૂલ ખાતે પણ યોગના કાર્યક્રમનું આયોજન કરાયું છે. પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા કક્ષા અને તાલુકા કક્ષાએ પણ યોગનો કાર્યક્રમ યોજાશે.

પોરબંદર જિલ્લાના કુલ 150 ગામોના ગ્રામજનો તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળી અંદાજે 40 હજારથી પણ વધુ લોકો યોગના કાર્યક્રમમાં જોડાશે. કાર્યક્રમના સ્થળ ઉપર પીવાના પાણીની, સેનીટેશનની, પ્રાથમિક ચિકિત્સાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ મહત્વના સ્થળે 108 એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...