• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં નિવૃત મીલીટ્રીમેનના ઘરમાંથી 12 બોરની ગન અને કાર્ટીસ ચોરાઈ ગયા

પોરબંદરમાં નિવૃત મીલીટ્રીમેનના ઘરમાંથી 12 બોરની ગન અને કાર્ટીસ ચોરાઈ ગયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજ્યુબેલી આર્ય કન્યા ગુરૂકુળના ગેઈટ સામેના વિસ્તારમાં રહેતા નિવૃત આર્મીમેન અને હાલમાં ખાણ ખનિજ વિભાગમાં ગનમેન તરીકે ફરજ બજાવતા લીલાભાઈ શામળાભાઈ વાઢેરના રહેણાંક મકાનમાં કોઈ ચોરઈસમે ત્રાટકી મેઈન દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનના રૂમમાં પડેલ કબાટનો લોક તોડી તેમાં પડેલ 12 બોરની ગન કિં. રૂા. 32 હજાર અને 14 નંગ કાર્ટીસ તથા રોકડ રૂા. 500 કુલ રૂા. 33,550 ની કોઈ ચોરઈસમ ચોરી કરી જતાં ચોરી કરનાર શખ્સ વિરૂદ્ધ લીલાભાઈ વાઢેરે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...