તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્લીપુલ પાસે ટ્રકે બાઈકને હડફેટે લેતા આધેડને ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાકર્લીપુલ પાસેના રોડ ઉપર એક અજાણ્યા ટ્રક ચાલકે પોતાનો ટ્રક પૂરપાટ ચલાવી પાછળથી બાઈકને હડફેટે લેતા બાઈકસવાર આધેડ જમીન નીચે પટકાયા હતા અને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. માધવાણી કોલેજની સામે રોયલ આર્કેટ સોસાયટી પ્લોટ નં. 84 માં રહેતા વિરમભાઈ રામભાઈ મોઢવાડીયા નામના આધેડ પોતાના હવાલાવાળુ બાઈક નં. જીજે 25 7415 લઈ કર્લીપુલ પાસેના રોડ ઉપર જતા હતા. તે દરમિયાન એક અજાણ્યા ટ્રક નં. જીજે 25 યુ 9908 ના ચાલકે પૂરપાટ ચલાવી પાછળથી બાઈક હડફેટે લેતા બાઈક સવાર આધેડ જમીન નીચે પટકાયા હતા અને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધી તજવીજ હાથ ધરી છે.

પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આદરી

અન્ય સમાચારો પણ છે...