તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર પાલિકા દ્વારા ચોમાસાની પૂર્વ તૈયારી, 2 કન્ટ્રોલરૂમની વ્યવસ્થા કરાઇ

પોરબંદર પાલિકા દ્વારા ચોમાસાની પૂર્વ તૈયારી, 2 કન્ટ્રોલરૂમની વ્યવસ્થા કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનગરપાલિકા દ્વારા ચોમાસાની પૂર્વ તૈયારી કરવામાં આવી છે. અતિવૃષ્ટિ, વાવાઝોડા વગેરેની સાવચેતી માટે આયોજન કરવામાં આવ્યું હતું.

પોરબંદરમાં આગામી મોનસુન દરમિયાન ભારે તથા અતિભારે વરસાદના લીધે પૂર, અતિવૃષ્ટિ, વાવાઝોડા વગેરે પરિસ્થિતિ ઉભી થાય તેને પહોંચી વળવા અને તકેદારી રાખવા નગરપાલિકાએ પૂર્વ તૈયારીના ભાગરૂપે સાવચેતી માટેનું આયોજન કર્યું છે. નગરપાલિકા દ્વારા મોનસુન દરમિયાન સંભવિત અતિવૃષ્ટિ, વાવાઝોડા વગેરે સાવચેતીને ધ્યાને લઈને ભયજનક મકાનની કામગીરી, રસ્તા પર વૃક્ષો પડી જાય તે દૂર કરવાની વ્યવસ્થા, શહેરમાં વરસાદી પાણી ભરાય તેનો યોગ્ય રીતે નિકાલ કરવાની વ્યવસ્થા, જાહેર આરોગ્ય જાળવણી, પાણી પુરવઠા જાળવણી, જાહેર સ્ટ્રીટલાઈટ, આકસ્મિક પ્રસંગો, લોકોના સ્થળાંતર માટેની વ્યવસ્થા વગેરેની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. આમ, નગરપાલિકા દ્વારા મોનસુનને ધ્યાને લઈ સાવચેતી માટેનું આગવું આયોજન કરવામાં આવ્યું છે.

દરેક વિભાગના જવાબદાર અધિકારી-કર્મચારીને સુચન કરાયું

નગરપાલિકાદ્વારા દરેક વિભાગના જવાબદાર અધિકારી, કર્મચારીઓને ચોમાસુ પૂરૂ થાય ત્યાં સુધી ઓફિસમાં સમયસર હાજર રહેવું અને ઓફિસ છોડતા પહેલા સેક્રેટરીની રજા લેવાનું સુચન કરવામાં આવ્યું હતું.

શહેરનાદરેક વોર્ડમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાશે

પાલિકાદ્વારા શહેરના દરેક વોર્ડમાં ગટર પાઉડરનો છંટકાવ તથા જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા જવાબદાર અધિકારીઓને કામગીરી સોંપાઇ.

મોનસુનનેલઈને 24 કલાક કામગીરીનું સંકલન કરાશે

પોરબંદરનગરપાલિકા દ્વારા મોનસુનને લઈ બે કન્ટ્રોલરૂમની વ્યવસ્થા કરાય છે. મોનસુન સમય દરમિયાન કન્ટ્રોલરૂમ તરીકે ફાયરબ્રિગેડને જાહેર કરવામાં આવેલ છે, જ્યાં 24 કલાક કામગીરીનું સંકલન કરાશે. ઉપરાંત નગરપાલિકાના સમય દરમિયાન પાલિકા ખાતે કન્ટ્રોલરૂમની ગોઠવણી કરાયેલ છે.

પૂર, અતિવૃષ્ટિ, વાવાઝોડા વગેરે પરિસ્થિતીને પહોંચી વળવા આયોજન કરવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...