તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં પતિનાં ત્રાસથી પરિણીતાએ નોંધાવી ફરિયાદ

પોરબંદરમાં પતિનાં ત્રાસથી પરિણીતાએ નોંધાવી ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાજલારામ કોલોની અનુગ્રહ એપાર્ટમેન્ટ-2 માં રહેતી અને હાલ ઉપલેટા કંડોરીયા શેરી, દરબારગઢમાં રહેતી કલ્પનાબેન હિતેષભાઈ કોટેચા નામની મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમનો પતિ હિતેષ બાબુ કોટેચા દ્વારા ઘરેલુ જીવ દરમિયાન યેનકેન પ્રકારે શારીરિક-માનસિક દુ:ખત્રાસ આપી ઢીકા-પાટુનો માર મારી ભૂંડી ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. આથી પરીણિતાએ તેમના પતિ હિતેષ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં વંથલીનાં ખોરાસાની અને હાલ ખોખરડા રહેતી પરિણીતા રમાબેન ઉર્ફે વીનાબેને તેના પતિ મુકેશ ચાવડા, સસરા રામ વાજસુર, સાસુ લાડુબેન, દિયર વિજય, નણંદ શારદાબેન ભરત હેરભાએ તું ગમતી નથી, માવતરે જતી રહે નહીંતર મારી નાંખવી પડશે, કરીયાવરમાં કંઇ લાવેલ નથી એવા મેણાટોણા મારી શારીરિક માનસીક ત્રાસ આપતા હોય તમામ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી છે.

ઢીકા-પાટુનો માર મારી ઘરની બહાર કાઢી મૂકી

અન્ય સમાચારો પણ છે...