તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છાયા પંચાયત ચોકી પાસેથી દારૂનાં જથ્થા સાથે 2 ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાછાયા પંચાયત ચોકી પાસેથી વિદેશી દારૂ સાથે એક રીક્ષાની પોલીસે અટક કરી રીક્ષાચાલકો પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ 1 મળી આવતા પોલીસે બે શખ્સને ઝડપી લઈ પુછપરછ કરતા એક શખ્સ પાસેથી લાવવાની માહિતી આપતા પોલીસે ત્રણ શખ્સ વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદર પંચાયત ચોકી પાસે એક રીક્ષાચાલક દેવેન્દ્ર નિતીન મેઘનાથી અને તેમનો સાથી રવિ નારણ વાજાને પોલીસે અટક કરી તપાસ કરતા વિદેશી દારૂની બોટલ નંગ 1, કિં. રૂા. 520 મળી આવતા પોલીસે રીક્ષા નં. જીજે 25 યુ 6407, કિં. રૂા. 1,25,000 સહિત કુલ રૂા. 1,25,520 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે વધુ પુછપરછ કરતા વિદેશી દારૂની બોટ ચેતન ભગવાનજીભાઈ પાસેથી લાવ્યાની કબુલાત કરી હતી. પોલીસે ત્રણ શખ્સ વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રીક્ષામાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે

રીક્ષા સહિત સવા લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

અન્ય સમાચારો પણ છે...