તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફટાણા ગામે યુવાન પર હોકી વડે બે શખ્સો તૂટી પડ્યા\'તા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાફટાણા ગામે યુવાનના ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા બે શખ્સોએ ઉશ્કેરાઈ જઈ યુવાનને ભૂંડી ગાળો કાઢી હોકી વડે માર મારતા યુવાનને માથાના ભાગે તથા હાથ-પગમાં ઈજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પોલીસે બે શખ્સ વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો હતો.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદરના ફટાણા ગામે રહેતા કેશુ વિરા મકવાણાના ઘર પાસે ભીમા મુરૂ સાદીયા અને હાર્દિક ભીમા સાદીયા નામના બે શખ્સો ગાળો બોલતા હોય, આથી કેશુ મકવાણાએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ હોકી વડે હુમલો કર્યો હતો જેમાં કેશુને માથાના તથા હાથ-પગના ભાગે ઈજા પહોંચી હતી આથી તેને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, પોલીસે હાલ ઇજાગ્રસ્તની ફરિયાદ લઇ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા

માથા તથા પગના ભાગે ઈજા પહોંચતા સારવારમાં

અન્ય સમાચારો પણ છે...