તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માધવપુરમાં બે ડાઘુ તણાતા ખલાસીએ જીવ બચાવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લાના માધવપુર ખાતે આજે બે ડાઘુ દરિયામાં તણાઈ આવ્યા હતા. એક ડાઘુને અન્ય ડાઘુએ બચાવી લીધો હતો, જ્યારે અન્ય એક ડાઘુ દરિયાના મોજામાં દૂર સુધી તણાતા મછીયારાઓ તુરંત દોડી ગયા હતા અને બન્નેના જીવ બચાવી લીધા હતા. માધવપુરના તાલુકા પંચાયતના સદસ્ય અને કોળીસમાજના આગેવાન નાથાભાઈ મીઠાભાઈ મોકરીયાનું હ્રદયરોગના હૂમલાથી મોત થયું હતું અને આજે માધવપુરના દરિયાકિનારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમવિધી પૂર્ણ થયા બાદ ડાઘુઓ નજીકના દરિયાકિનારે નહાવા માટે ગયા હતા. તે દરમિયાન બે ડાઘુને દરિયાના મોજા પોતાની સાથે ખેંચી ગયા હતા. ઘટનાને બદલે ભારે દેકારો બોલી ગયો હતો અને જાણ થતાં માછીમારો દોડી આવ્યા હતા. એક ડાઘુને કિનારા નજીકથી બચાવી લેવાયો હતો જ્યારે અન્ય એક ડાઘુ દૂર દરિયામાં ખેંચાઈ જતા માછીમારો હોડી અને ટ્યુબવેલ લઈને દરિયામાં કૂદી પડ્યા હતા અને ડાઘુને બચાવી લીધો હતો. ઈજાગ્રસ્ત બનતા તેમને તાત્કાલીક સારવાર માટે માધવપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમની સ્થિતિ સાધારણ હોવાનું જાણવા મળે છે.

અંતિમ સંસ્કાર બાદ દરિયામાં નહાવા જતા

1ની હાલત ગંભીર જણાતા સારવારમાં ખસેડાયા

અન્ય સમાચારો પણ છે...