તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • બજરંગદળ દ્વારા નવરાત્રિમાં સંચાલકો પ્રવેશ ફી સમાન રાખે

બજરંગદળ દ્વારા નવરાત્રિમાં સંચાલકો પ્રવેશ ફી સમાન રાખે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંનવરાત્રીને લઈ તડામાર તૈયારીઓ થઈ રહી છે. વિવિધ સંસ્થા, મંડળો દ્વારા યોજાનાર રાસ મહોત્સવના હોર્ડીંગ લગાડવામાં આવી રહ્યા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ દ્વારા નવરાત્રી મહોત્સવના સંચાલકો, ખાનગી ગરબી મંડળો, ક્લબો, સેવાભાવી સંસ્થાઓ દ્વારા પ્રવેશપાસના દર એક સમાન અને વ્યાજબી રાખવામાં આવે તે માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. બજરંગદળના કાર્યકરોએ દુર્ગામાતાના પ્રાચીન ગરબા રમાડવામાં આવે તેવી માંગ કરી હતી. ડી.જે. નો ઉપયોગ કરી અંગ્રેજી ફિલ્મી, ડીસ્કો ડાન્સ, ફિલ્મી ધૂનો વગાડી પવિત્ર ગરબા રમાડવા તેમજ ખાણીપીણીના સ્ટોલ, ખાનગી ક્લબોમાં બેફામ ભાવવધારે લઈ લૂંટ ચલાવવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો અને બાબતે યોગ્ય કરવા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...