તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • જિલ્લામાં ખાલી પડેલી પશુ ડોક્ટરોની જગ્યા ભરવા માંગ

જિલ્લામાં ખાલી પડેલી પશુ ડોક્ટરોની જગ્યા ભરવા માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પશુઓમાં ખરવા નામનો રોગ ફેલાયો છે. ખરવા નામનો રોગ ફેલાતો હજારો પશુપાલકો ચિંતીત બન્યા છે ત્યારે મોટાભાગના સરકારી પશુદવાખાનામાં પશુડોક્ટરોની જગ્યા લાંબા સમયથી ખાલી પડેલ છે જેથી પશુપાલકો દૂધાળા પશુઓને લાગુ પડેલ ખરવાના રોગની સારવાર કરાવી શકતા નથી. ઉપરાંત સરકારી પશુ દવાખાનામાં પશુડોક્ટરોના અભાવે પશુપાલકોને નાછૂટકે ખાનગી પશુ ડોક્ટરો પાસે સારવાર કરાવવાની ફરજ પડી રહી છે.

બાબતે કોંગ્રેસના રામદેવ મોઢવાડીયાએ રાજ્યના પશુપાલન વિભાગને રજૂઆત કરી હતી. જિલ્લામાં પશુ ડોક્ટરની ટીમ મોકલી ખરવા રોગની સારવાર તથા દવા પૂરી પાડવા કાર્યવાહી હાથ ધરી પશુ દવાખાનામાં ખાલી પડેલ પશુ ડોક્ટરોની જગ્યા ભરવા જણાવ્યું હતું.

ખાલી પડેલી પશુ ડોક્ટરોની જગ્યા

રામદેવમોઢવાડીયા દ્વારા પશુપાલન વિભાગમાં કરેલ રજૂઆત પ્રમાણે પોરબંદર જિલ્લામાં આવેલ પશુદવાખાના પૈકી બગવદર, બળેજ, માધવપુર, ફટાણા, કુતિયાણા, બાપોદર, રાણાકંડોરણામાં પશુડોક્ટરોની જગ્યા ખાલી પડેલ છે. ઉપરાંત ગોસા અને બિલેશ્વર ખાતે લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટરની જગ્યા પણ ખાલી છે.

પશુદવાખાનાશોભાના ગાંઠીયા

પોરબંદરજિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પશુદવાખાના ડોક્ટરો વગર શોભાના ગાઠીયા જેમ ખંઢેર હાલતમાં ફેરવાઈ ચૂક્યા છે. ત્યારે એકતરફ શ્વેતક્રાંતિની વાતો વાગોળાય અને બીજી તરફ પશુ ડોક્ટરોની જગ્યા ભરાતા પશુદવાખાના ભંગાર હાલતમાં નજરે ચડ્યાનું જણાવ્યું હતું.

પશુઓમાં ફેલાયેલ ખરવા રોગથી હજારો પશુપાલકો ચિંતીત બન્યા : રામદેવ મોઢવાડીયા

અન્ય સમાચારો પણ છે...