તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં કર્લીના પુલ પાસે ગેઈટનું નવનિર્માણ કરવા કલેક્ટરને રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરમાં કર્લીના પુલ પાસે પ્રવેશદ્વાર બનાવવામાં આવે તેવી કલેક્ટરને રજૂઆત થઈ હતી. પ્રવેશદ્વાર બનાવી તેનું નામ સુદામાજી અથવા ગાંધીજીનું નામ અપાય તેવી માંગ થઈ હતી.

પોરબંદરમાં ગુજરાત જનચેતના પાર્ટીના અધ્યક્ષ અરવિંદ જોષીએ કલેક્ટરને રજૂઆત કરી એવું જણાવ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજીની કર્મભૂમિ અને પૂ. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર શહેરમાં આખા વર્ષ દરમિયાન દેશ-વિદેશના અનેક પર્યટકો ઉમટી પડતા હોય છે. પવિત્ર પાવન ધરતી પર દેશને આઝાદી અપાવનાર પૂ. મહાત્મા ગાંધી કે જેઓએ રાષ્ટ્રપિતા તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી છે અને સુદામાજીની નગરી પોરબંદરનું નામ વિશ્વ વિખ્યાત છે. ત્યારે પોરબંદર શહેરમાં નવનિર્માણ થઈ રહેલ કર્લીના પુલ અને રીવર ફ્રન્ટની બાજુમા઼ સુદામા નગરી અથવા ગેઈટ ઓફ મહાત્મા ગાંધીજીના નામનો ગેઈટ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...