પોરબંદરની માઉન્ટ લિટરા ઝી સ્કૂલ ખાતે ઈન્ટરનેટ ડેની ઉજવણી કરવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરની માઉન્ટ લિટરા ઝી સ્કૂલ ખાતે ઈન્ટરનેટ ડે ઉજવાયો હતો. જેમાં બાળકો ઇન્ટરનેટનો હકારાત્મક ઉપયોગ કરે તેના વિશે માહિતી અપાઇ હતી. વિશ્વભરમાં 11 ફેબ્રુઆરી સેફ ઇન્ટરનેટ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વિશ્વભરના બાળકો અને યુવાનોને ઇન્ટરનેટની સકારાત્મક ઉપયોગિતા માટે આ દિવસની ઉજવણીનું આયોજન થઈ રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ દિવસની ઉજવણી પોરબંદર શહેરમાં આવેલ સાંદીપની વિદ્યાનિકેતન નજીક માઉન્ટ લિટરા ઝી સ્કૂલ ખાતે પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ નાટ્યાત્મક શૈલી દ્વારા બાળકોને ઇન્ટરનેટ માટે સજાગ કર્યા હતા. ઈન્ટરનેટ વાપરો અને સુરક્ષિત રહો તે વિષય અંગે બાળકોએ નાટક પ્રસ્તુત કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...