તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનસેવા કેન્દ્ર ખાતે અરજદારો સાથે અધિકારીઓનું ઉદ્ધત્તાઇભર્યું વર્તન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરમાં આવેલ જનસેવા કેન્દ્ર ખાતે દરરોજ 600 થી વધુ અરજદારો પોતાના કામકાજ માટે આવે છે. શહેર અને ગ્રામ્યપંથકમાંથી મહિલાઓ પણ વહેલી સવારથી જ લાંબી કતારોમાં બેસી જાય છે. રેશનકાર્ડ, આવકના દાખલા, નોમીશીયલ, સામાજીક નોન ક્રીમીલીયર વગેરે કામો માટે અરજદારોને તંત્રની ઘોર બેદરકારીના કારણે ભારે હાડમારી વેઠવી પડી રહી છે. બીજી તરફ ગ્રામીણ પંથકમાં આવતા મહિલા અને અભણ અરજદારો કે જેઓ પોતાના કામકાજ માટે પોતાનો સમય અને નાણાંનો વેડફાટ કરીને આખો દિવસ રઝળતા હોય છતાં પણ જનસેવા કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મહિલા અધિકારીઓ અરજદારો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોવાથી અરજદારો મુંઝવણમાં મૂકાઈ રહ્યા છે. આ અંગેની વારંવાર ફરિયાદો ઉઠી હોવા છતાં જવાબદાર અધિકારીઓ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતા ન હોવાથી અરજદારોની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...