તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રમયોગી માનધન યોજનાના લાભાર્થીઓની નોંધણી શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
60 વર્ષની વયે અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોને રૂપીયા 3000 ના માસિક પેન્શન માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો પ્રારંભ કરવામાં આવેલ છે. પોરબંદર જિલ્લામાં 3 માર્ચ સુધીમાં આ યોજનામાં મહત્તમ લાભાર્થીઓની નોંધણી કરવા ઝુંબેશ શરૂ કરાઈ છે. જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત નોંધણી કેન્દ્રની મુલાકાત લઈ લાભાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લામાં 50 થી વધુ સીવીસી કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. ઉપરાંત એફ.પી.એસ. દુકાનદારોને ત્યાં પણ નોંધણી કરી શકાશે. આ યોજના અંતર્ગત 18 થી 40 વર્ષની વયના લાભાર્થીઓનો સમાવેશ થશે. મીનીમમ રૂપીયા 55 અને મહત્તમ રૂપીયા 200 માસિક ફાળો ભરવાનો છે. લાભાર્થીઓને જેટલા નાણા ભરવાના આવશે તેટલા જ નાણાં સરકાર ભરશે. 50 ટકા લાભાર્થી અને 50 ટકા સરકાર ફાળો આપશે. પ્રથમ હપ્તો રોકડેથી ભર્યા બાદ બાકીના તમામ હપ્તા બેન્ક ખાતામાંથી કપાત થશે. આ પ્રસંગે પ્રાંત અધિકારી કે.વી. બાટી, મામલતદાર ટાંક, નાયબ મામલતદાર ખીમભાઈ મારૂ, પંકજ અગ્રાવત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો