તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકિસ્તાનમાંથી મુક્ત કરાયેલ ભારતીય માછીમારો આજે વેરાવળ આવી પહોંચશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર સહિત રાજ્યભરના ભારતીય માછીમારો કે સમુદ્રમાં માછીમારી કરતા હોય આ સમયે પાકિસ્તાની મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા ભારતીય જળસીમામાં ઘૂસી બંદૂકના નાળચે ભારતીય માછીમારોના અવારનવાર અપહરણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે પાકિસ્તાનની જેલમાં કેદ 355 જેટલા માછીમારોને મુક્ત કરવાનો પાકિસ્તાન સરકારે નિર્ણય લીધો છે.

આ ભારતીય માછીમારો પૈકી 100 જેટલા માછીમારોને પાક જેલમાંથી મુક્ત કરાયા બાદ વાઘા બોર્ડરથી અમૃતસર પહોંચ્યા હતા અને અમૃતસરથી બસ મારફત તેઓ માદરેવતન આવી રહ્યા છે. આજે તા. 12 એપ્રિલના રોજ વેરાવળ ખાતે આવી પહોંચશે. પાકિસ્તાનમાં અનેક યાતનાઓ વેઠી વતન પાછા ફરતા માછીમારોને આવકારાશે.

અન્ય સમાચારો પણ છે...