તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારત દેશની સેવા માટે દરરોજ 1 કલાક ફાળવવા સંઘનાં સ્વયંસેવકોને આહવાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવમાં આર.એસ.એસ. દ્વારા બે ઉપખંડોના એકત્રીકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકાના ગ્રામ્યપંથકમાં વસવાટ કરતા લોકોને આર.એસ.એસ. ના કાર્ય તથા સંગઠન વિશેની માહિતી અપાઈ હતી. વડાળાના જંગલેશ્વર મહાદેવના સાન્નિધ્યમાં યોજાયેલ એકત્રીકરણ શિબિરમાં અણીયારી, ખીરસરા, વડાળા, વાળોત્રા, ભોદ, મોકર, કંડોરણા સહિત 7 ગામોમાંથી કાર્યકરો હાજર રહ્યા હતા તેમજ રાણાવાવના વેરાવળી માતાજીના મંદિરે યોજાયેલી એકત્રીકરણ બેઠકમાં બિલેશ્વર, ખંભાળા, રામગઢ, વનાણા, દિગ્વીજયગઢ, બારવાણ નેશ વગેરે ગામોમાંથી કાર્યકરો હાજર રહ્યા હતા અને આર.એસ.એસ. સંગઠન વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી હતી. બન્ને એકત્રીકરણ શિબિરમાં રાષ્ટ્રીય સ્વયંસેવકના જૂનાગઢ વિભાગના શામજીભાઈ દુધાત્રાએ માહિતી આપી હતી અને યુવાનોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય અને દેશની સેવા માટે દરરોજ 1 કલાક ફાળવવા પણ આહવાન કર્યું હતું તેમજ મકરસંક્રાંતી નિમીતે યોજાનાર ભારત માતા પૂજનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવવા આહવાન કરાયું હતું.તસ્વીર - દિલીપ જોષી

અન્ય સમાચારો પણ છે...