તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાનો નિર્ણય ન કરાતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાનો નિર્ણય કરાયો નથી. જેથી ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. વાવાઝોડું અને વરસાદના કારણે 8 નવેમ્બર સુધી ખરીદી કરવાનું ટાળ્યું હતું.

પોરબંદરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ વાવાઝોડાની આગાહી આપવામાં આવી હોય અને કમોસમી વરસાદના કારણે 4 થી 8 નવેમ્બર સુધી મગફળીની ખરીદી મુલતવી રાખવામાં આવી હતી. હાલ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે ત્યારે હજુ પણ મગફળીની ખરીદી કરવાની કોઇ પ્રકારની વિચારણા કરવામાં આવી નથી. ટેકાના ભાવે મગફળીની ખરીદી ફરીથી શરૂ કરવામાં ન આવી હોવાના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. ખેડૂતોનો મગફળીનો પાક તૈયાર થઇ ગયો હોવાના કારણે ખેડૂતોને શિયાળું પાકનું વાવેતર કરવાનું હોય આવી સ્થિતિમાં ખેડૂતો પાસે શિયાળુુ પાક વાવેતર માટે ખાતર બિયારણની ખરીદી કરવા માટે પૈસા ન હોવાના કારણે ખેડૂતોને પૈસાની તાતી જરૂરિયાત હોય આવી સ્થિતિમાં મગફળીની ખરીદી ફરી શરૂ કરવામાં આવી ન હોવા અંગે ખેડૂત અગ્રણી પ્રતાપભાઈ ખિસ્તરીયા એવી રજૂઆત કરી હતી કે આજે તારીખ 10 નવેમ્બરથી જ મગફળીની ખરીદી શરૂ કરવામાં આવે કારણ કે જો મગફળીની ખરીદી નહીં કરવામાં આવે તો ખેડૂતોને પેમેન્ટ મોડું થશે અને શિયાળુુ પાક વાવેતરમાં પણ હાડમારી થશે.

હાલ ચોમાસુ વાવેતર દરમિયાન ખેડૂતોએ વ્યાજે નાણા લઈ વાવેતર કર્યું હોય અને મોંઘવારીના સમયમાં મગફળીના પાક ઉત્પાદન માટે અઢળક ખર્ચો થયો હોવાથી ખેડૂતો પણ દેવામાં ભેરાયા છે. જેથી તાત્કાલિક ધોરણે ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...